વૃદ્ધો માટે સહારો બનેલા વૃદ્ધાશ્રમમાં ગમગીની છવાઈ
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ ચારના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા ચાર વડીલોના હૃદય થંભી ગયા છે. વૃદ્ધો માટે સહારો બનેલા વૃદ્ધાશ્રમમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવની વિગત મુજબ મૂળ અમદાવાદના અને હાલ દોઢેક વર્ષથી ગોંડલ રોડ પર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમ રહેતાં ઘનશ્યામભાઈ હરગોવિંદભાઈ સિધ્ધપુરા (ઉ.વ.55) તેઓ ગઈ કાલે સવારે વૃદ્ધાશ્રમમાં હતાં બેભાન થઈ જતાં જતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક અગાઉ સુથારી કામ કરતા હતા. અપરણિત હતાં. તેઓને પેરેલીસિસ હોય જેથી દોઢેક વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ રહેતાં હતાં. બીજા એક બનાવમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં છેલ્લાં એક મહિનાથી રહેતાં જસવંતલાલ આભારામ પંચાલ (ઉ.વ.63) તેઓ ગઈ કાલે બપોરે વૃદ્ધાશ્રમમાં હતાં ત્યાં અચાનક બેભાન થઈ જતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં દમ તોડી દિધો હતો. તેઓ મૂળ અમદાવાદના અને છેલ્લાં એક મહિનાથી વૃદ્ધાશ્રમમા રહેતાં હતાં. મૃતકને કોઈ બીમારી હોય જેથી તેનાં પરિવારજનો ખર્ચ કરી શકે તેમ ન હોય જેથી કંટાળી પથારીવશ વૃદ્ધને આશ્રમમાં મૂકી ગયાં હતાં. વધુ એક બનાવમાં વિજયાબેન દયાળજીભાઈ મિસ્ત્રી (ઉ.વ.80) તેઓ ગઈ કાલ બપોરે સદભાવના વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે બેભાન થઈ તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ મૂળ અમદાવાદના અને છેલ્લાં બે મહીનાથી ગોંડલ રોડ પર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમ રહેતાં હતાં. આ ઉપરાંત વધુ એક બનાવની વિગત મુજબ જામનગર રોડ ગાર્ડી કોલેજ પાસે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતાં મંજુલાબેન મનસુખભાઈ ગોંડલીયા (ઉ.વ.70) તેઓ આજે સવારના છ વાગ્યાં આસપાસ વૃદ્ધાશ્રમમાં હતાં ત્યારે બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ દમ તોડી દિધો હતો.