પ્રસીલ પાર્ક લાફિંગ ક્લબ રાજકોટના બીજા સ્થાપના દિનની ઉજવણી તા.13 ને શનિવારના રોજ સવારના 6/45 વાગ્યે આમંત્રિત મહેમાનો તથા બાર લાફિંગ ક્લબના કન્વીનરો તથા સભ્યોની હાજરીમાં પ્રસિલ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં નિલ્સ સીટી ક્લબની બાજુમાં, યુનિવર્સિટી ગેઈટ પાસે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ક્લબનાં જનરલ સેકેટરી અરવિંદભાઈ વોરા, તથા સી.જે. કોટેચા, રિટાયર્ડ ડેપ્યુટી જનરલ મેનેજર સેન્ટ્રલ બેન્ક દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. ડો. હસમુખભાઈ જાનીએ ગણેશ સ્તુતિ કરેલ હતી.
Post Views: 101