કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભો અંગેની માહિતી ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવા

કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભો અંગેની માહિતી ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત રાજકોટ ખાતે સદસ્યશ્રી માટે સેમિનાર યોજાયો

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય લોકોની સુખાકારી માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં : પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી

સરકારશ્રીની તમામ યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત કટિબદ્ધ: પ્રવિણાબેન રંગાણી

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઉર્જા, નવા વિચાર સાથે નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. અત્યારે મોદીજીના શાસન કાળમાં દેશ આરોગ્ય, શિક્ષણ ,કૃષિ, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે અનેક નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી .આર પાટીલજી ના માગૅદશૅન હેઠળ ગુજરાતનો સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસ થઈ રહ્યો છે.

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર વિકાસ માટે નવું બળ પૂરું પાડી આત્મનિર્ભરતાના સંકલ્પ ને સાકાર કરી રહી છે ત્યારે જનહિતના પરિણામોની અનુભૂતિ જન-જનને થઈ રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલ માં છે આ યોજનાઓ નો વધુ ને વધુ લોકો ગ્રામ્યકક્ષાએ સરળતા પૂર્વક લાભ લઇ શકે અને ગ્રામ્યલોકોની સુખાકારી વધે તે માટે જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં આરોગ્ય કર્મચારીઓ અને મેડિકલ ઓફિસર્રો દ્વારા આ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માં આવે છે .

આ કામગીરીમાં જીલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નો સહયોગ મળી રહે તેવા ઉમદા હેતુ થી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ,સદસ્યશ્રીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિતમાં જિલ્લા પંચાયત રાજકોટ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો.આ સેમિનાર માં આરોગ્ય વિભાગ ની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે 1) તબીબી સહાય યોજના

2) અતિ જોખમી પ્રસુતિના ચિન્‍હ ધરાવતી સગર્ભા માતાઓ

3) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/મુખ્‍યમંત્રી અમૃતમ/મા વાત્‍સલય યોજના

4) શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્‍વાસ્‍થય કાર્યક્રમ

5) શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્‍વાસ્‍થય કાર્યક્રમ

6) પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્‍વ અભિયાન

7) જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ.

8) કસ્તુરબા પોષણ સહાય યોજના

9) જનની સુરક્ષા યોજના

10) રાષ્‍ટ્રીય પરીવાર નિયોજન

11) દીકરી યોજના

12) રાષ્‍ટ્રીય રકતપિત નિર્મૂલન કાર્યક્રમ

13) બાળ શકિતમ કેન્દ્ર (VCNC)

14) બાળ સેવા કેન્દ્ર (CMTC)

15) બાળ સંજીવની કેન્દ્ર (NRC)

16) માસિકતુચક્ર આરોગ્‍ય (મેન્‍સ્‍ટ્રુઅલ હાયજીન) કાર્યક્રમ

17) મિશન ઈન્‍દ્રધનુષ કાર્યક્રમ

18) સ્‍તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્‍સરનું સ્‍ક્રીનીંગ અને નિદાન કાર્યક્રમ

19) વાહન અકસ્માત સહાય યોજના

20) National TB Elimination Program (NTEP)

21) ડો.આંબેડકર મેડીકલ એઇડ સ્કીમ વગેરે ની વિસ્તૃત માહિતી આપવા માં આવી. અને આ યોજનાઓ ના લાભો વધુ માં વધુ ગ્રામ્યલોકો ને સરળતા પૂર્વક મળી રહે તે માટે પોતપોતાના વિસ્તાર માં આ યોજનાઓ અંગે માહિતી ગ્રામ્ય વિસ્તાર માં દરેક લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણિ એ ઉપસ્થિત તમામ મહાનુભાવો ને અનુરોધ કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગૌહાણે સાહેબે પણ આરોગ્ય વિભાગને લગત યોજનાઓ બાબતે માહિતી આપી માર્ગદર્શન આપેલ હતું.કેન્દ્ર અને રાજ્ય સરકારના આ માનવીય અભિગમ થી ગ્રામજનોને પોતાના ગામના આંગણે જ તમામ પ્રકારના રોગો ની પ્રાથમિક સારવાર અને સહાય ઉપલબ્ધ બનશે અને ગ્રામજનો સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓ નો લાભ લઇ શકશે. આ સેમિનાર માં પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગૌહાણે,જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રી ગીતાબેન ટીલાળા, શ્રી કંચનબેન બગડા, શ્રી જ્યોત્સનાબેન પાનસુરીયા, શ્રી વિરલભાઈ પનારા, શ્રી મોહનભાઇ દાફડા, શ્રી સવિતાબેન ગોહેલ, શ્રી સુમાબેન લુણાગરિયા,શ્રી ગિરિરાજસિંહ જાડેજા,પ્રતિનિધિશ્રી રાજાભાઈ ચાવડા, શ્રી જનકભાઈ ડોબરીયા, શ્રી પરેશભાઈ રાદડિયા,શ્રી વિનુભાઈ ધડુક, શ્રી કિસનભાઈ ઠુંમર, તથા આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પપ્પુકુમાર સિંઘ,આર. સી. એચ.ઓ.ડૉ. જયેશભાઈ પોપટ, ડી. એમ.ઓ.ડૉ. ઉપાધ્યાય સાહેબ,આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

READ MORE

READ MORE