વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજ મેનેજમેન્ટ, કર્મયોગીઓ, સમાજ અને સરકાર વચ્ચે સંતુલન રાખવાની પ્રાથમિકતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે પ્રોફે. કમલસિંહ ડોડીયાએ આજે ચાર્જ સંભાળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ચાર્જ સંભાળતા પ્રોફે. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઉચ્ચકક્ષાએ લઈ જવા માટે પ્રયત્ન રહેશે. કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવા કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજ મેનેજમેન્ટ, કર્મયોગીઓ, સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે સંતુલન રાખવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકઝીકયુટીવ કાઉન્સીલના સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, વિવિધક્ષેત્રના પ્રબુધ્ધ નાગરીકો, સમાજ શ્રેષ્ઠીઓ તથા શૈક્ષણીક બિન શૈક્ષણીક કર્મચારીઓએ કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.