MSMES વિશ્વભરમાં 90% વ્યવસાયો, 60 થી 70% રોજગાર અને 50% જીડીપી ધરાવે છે : વિવિધ સહાય સવલતો અંગેની જાણકારી આપશે
વિશ્વ સ્તરે એમ.એસ.એમ.ઈ.ના યોગદાન, સામર્થ્ય, સિદ્ધિના સમર્થનમાં દર વર્ષે 27 જૂનને સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવેલ છે. તેના અનુસંધાને રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન અને રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે તા. 27 જૂનને ગુરૂવારના રોજ સમય સાંજના 5 કલાકે રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશનના ઓડીટોરીયમ ખાતે એમ.એસ.એમ.ઈ. દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઈ. વિશ્વભરમાં 90% વ્યવસાયો, 60 થી 70% રોજગાર અને 50% જીડીપી ધરાવે છે. દરેક જગ્યાએ સમાજની કરોડરજ્જુ તરીકે તેઓ સ્થાનિક અને રાષ્ટ્રીય અર્થ વ્યવસ્થામાં અને આજીવિકા ટકાવી રાખવામાં મુખ્ય ફાળો આપે છે. એમ.એસ.એમ.ઈ. પાસે અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની, રોજગારીનું સર્જન કરવા અને જો પર્યાપ્ત સમર્થન આપવામાં આવે તો સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે. એમએસએમઈ ડે ઈવેન્ટનો ઉદ્દેશ્ય તેમની મહત્તવની ભૂમિકાને પ્રકાશિત કરવાનો અને અન્વેષણ કરવાનો છે. આ પ્રોગ્રામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એમ.એસ.એમ.ઈ. ને સબંધિત વિવિધ સહાય સવલતો અંગેની જાણકારી આપવામાં આવશે તથા એમ.એસ.એમ.ઈ. એકમોના ગ્રોથ (વૃદ્ધિ) માટે આવતી મુશ્કેલીઓ અને તેના સમાધાનો તથા તક વિષે પેનલ ડિસકાશન રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામમાં ભારત સરકારના એમ.એસ.એમ.ઈ.મંત્રાલયના રાજકોટના વિભાગના આસી. ડાયરેકટર સ્વાતિ અગ્રવાલ તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરીની ખાસ ઉપસ્થિત રહેશે. રજીસ્ટ્રેશન માટે મો. 9913214935 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.