નવજાતની કુત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો E M T ભરત અને પાયલોટ બાલુભાઈની સમય સૂચકતા
નાગેશ્રી 108 ની ટીમે જાફરાબાદના જીવાપર ગામમાં એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જોખમી પ્રસુતિ કરાવી જન્મ પછી રડતા ન હોય તેવા નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ આપીને તેનો જીવ બચાવ્યો સાંજે 5:17 કલાકે 108 ટિમ ને ઇમરજન્સી કેસ મળ્યો સગર્ભા મહિલા વાડી વિસ્તારમાં પ્રસુતિની પીડાથી પીડાઈ રહી હતી હોસ્પિટલ લઈ જતા પહેલા જ પીડા વધી જતા એમ્બ્યુલશ માં જ પ્રસુતિ કરાવી પડી હતી મહિલા મહારાષ્ટ્રની હોવાથી સોનોગ્રાફી કે અન્ય કોઈ રિપોર્ટ ના હોવાથી E M T ભરત બામણીયાએ હેડ ઓફિસના ડોક્ટરની સલાહ અને પોતાની સુજબુજ થી સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી જન્મ બાદ નવજાત શિશુ રડતું ન હતું અને શરીરમાં ઓક્સિજન ઓછો હતો E M T ભરત બાંભણિયાએ તરત જ કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો પાયલોટ બાલુભાઈ ગોહિલે માતા અને નવજાત ને સુરક્ષિત રાજુલા સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલના ડોક્ટરો અને પરિવારજનો એ 108 ટીમને ટીમની કામગીરીને બિરદાવી હતી











