મુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર સાયબર હુમલો; ૩,૮૯૭ ગ્રાહકોનો પર્સનલ ડેટા લીક થયાની બેંકે કરી પુષ્ટિ

SBI બેન્ક પર સાયબર હુમલો; હેકર્સે ID, મોબાઈલ નંબર અને સરનામા જેવો ડેટા ચોર્યો

ભારતીય સ્ટેટ બેંક (SBI) ના સર્વર પર સાયબર હુમલો થયાના અહેવાલ સામે આવ્યા છે, જેની બેંક દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ સાયબર એટેક દરમિયાન હેકર્સો દ્વારા આશરે ૩,૯૦૦ જેટલા ખાતાધારકોનો વ્યક્તિગત ડેટા ચોરી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી બેંકના કોર ઓપરેશન્સ કે નાણાકીય કામગીરી પર કોઈ અસર નહીં પડે અને ગ્રાહકોના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

સાયબર હુમલો અને ડેટા લીક અંગેની મુખ્ય વિગતો:

  • સરકારી એજન્સો તરફથી એલર્ટ: SBI ને ૧૬ ઓક્ટોબરે કેટલીક સુરક્ષા અને સરકારી એજન્સીઓ તરફથી હેકિંગ એલર્ટ મળ્યું હતું. જેમાં થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર, ડિફેન્સ સાઇબર એજન્સી અને ઇન્ડિયા કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) નો સમાવેશ થાય છે.

  • ડેટા એનાલિસિસ અને પ્રભાવિત ખાતાઓ: એસબીઆઈના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં આશરે ૩.૭૫ લાખ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૩,૮૯૭ ખાતાધારકોનો પર્સનલ રેકોર્ડ લીક થયો હોવાનું માલૂમ પડ્યું છે.

  • કઈ માહિતી લીક થઈ?: લીક થયેલી વિગતોમાં ગ્રાહકનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઇમેલ એડ્રેસ, સરનામું, આઈડી, લોન ડિટેઈલ્સ અને સંબંધિત બ્રાન્ચની માહિતી સામેલ છે.

  • બેંકિંગ ઓપરેશન્સ સુરક્ષિત: એસબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ સાયબર હુમલાને કારણે બેંકના રૂટીન બેંકિંગ ઓપરેશન્સ કે ગ્રાહકોના બેંક ખાતા પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં અને તમામ નાણાકીય વ્યવહારો સુરક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE