જામનગરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવ : ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. 3.79 લાખનો મુદ્દામાલ ચોરાયો
જામનગર શહેરમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં એક જ રાતમાં ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. તસ્કરોએ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ફ્રૂટની દુકાન અને કૌશલનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ અને કિંમતી દાગીના મળી કુલ રૂ. ૨.૬૯ લાખથી વધુની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા છે. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.
ચોરીની બંને ઘટનાઓની મુખ્ય વિગતો:
-
પ્રથમ બનાવ (દિગ્વિજય પ્લોટ વિસ્તાર):
-
સટ્ટાબજાર નજીક એસ.પી. મહેતા માર્કેટમાં ‘બજરંગ ફ્રૂટ’ નામની દુકાન ચલાવતા ૭૩ વર્ષીય વેપારી બલીરામ ઉધમલ દુલાણીની દુકાનને તસ્કરોએ રાત્રે નિશાન બનાવી હતી.
-
તસ્કરો દુકાનના પાછળના દરવાજાનો ભાગ તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી વેપારની રૂ. ૮૮,૩૫૦ ની રોકડ રકમ ચોરી કરી લીધી હતી.
-
આ અંગે વેપારીની ફરિયાદના આધારે સિટી બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
-
બીજો બનાવ (કૌશલનગર / લાલવાડી વિસ્તાર):
-
લાલવાડી વિસ્તારમાં ગિરિરાજ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રતીકભાઈ નિશીતભાઈ પરમાર ગત ૧૯ ઓક્ટોબરના રોજ પરિવાર સાથે બહારગામ ગયા હતા.
-
દરમિયાન, વહેલી સવારે પાડોશીએ મકાનમાંથી બે અજાણ્યા શખ્સોને બહાર નીકળતા જોઈને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા.
-
પરિવાર પરત આવીને તપાસ કરતા ઘરના તાળાં તૂટેલા હતા અને કબાટમાંથી દોઢ તોલા સોનાના તેમજ ૪૭૭ ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧,૮૧,૨૦૦ નો મુદ્દામાલ ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું.
-
આ મામલે પ્રતીકભાઈની ફરિયાદ પરથી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
-










