-
૧૫ ઓક્ટોબર સુધી આકરી ગરમી (ઓક્ટોબર હીટ): ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૩૬ થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ૩૭ થી ૪૦ ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં ૩૭-૩૮ ડિગ્રી તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દ્વારકા વિસ્તારમાં ૩૬ થી ૪૦ ડિગ્રી ગરમી અને બફારાનો પ્રકોપ અનુભવાશે.
-
૧૬ ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર: ૧૬ ઓક્ટોબર પછી વાતાવરણ પલટાવાનું શરૂ થશે. ૧૭ ઓક્ટોબરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે તોફાની મોજાં ઉછળવાની સંભાવના છે.
-
દરિયાઈ સિસ્ટમ અને વાવાઝોડાની અસર: પેસિફિક મહાસાગરમાં સક્રિય થનારા મજબૂત ટાયફૂન અને ૧૨ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
-
નવરાત્રી અને વરસાદી માહોલ: જો અલ-નીનોની નકારાત્મક અસર નહીં રહે તો ૧૦ થી ૧૨ ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૦ ઓક્ટોબરની આસપાસ અને મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે દશેરા અને નવરાત્રીના ઉત્તરાધંમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.
ગરમીના આકરા સ્પેલ બાદ મહિનાના ઉત્તરાધંમાં માવઠા અને દરિયાઈ તોફાનના એંધાણ હોવાથી ખેડૂતો અને માછીમારોને જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે.











