પાવાગઢમાં આસો નવરાત્રીને લઈ રોપવે અને ST બસોની ખાસ વ્યવસ્થા

યાત્રાધામ પાવાગઢમાં આસો નવરાત્રીને લઈ રોપવે અને ST બસોની ખાસ વ્યવસ્થા, માઇભક્તો જાણો સંપૂર્ણ Schedule

આસો નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રોપવે અને એસ.ટી. બસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે ‘ઉષા બ્રેકો રોપવે’ સુવિધા વહેલી સવારથી રાત્રિ સુધી કાર્યરત રહેશે.

આ ઉપરાંત ૧૧ થી ૨૬ ઓક્ટોબર દરમિયાન ગોધરા ST વિભાગ દ્વારા ૫૫ થી વધુ સ્પેશિયલ એક્સ્ટ્રા બસો દોડાવવાનો અને ૨૫૦ થી વધુ કર્મચારીઓને ૨૪ કલાક તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

મુખ્ય હાઇલાઇટ્સ અને રોપવે-ST બસનું શેડ્યૂલ:

  • રોપવે સમયપત્રક (સવારે ૪:૦૦ થી): એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે સવારે ૪:૦૦ વાગ્યાથી રોપવે શરૂ થશે.

  • રોપવે સમયપત્રક (સવારે ૫:૦૦ થી): બીજ, ચોથ, પાંચમ, છઠ્ઠ, દસમ, અગિયારસ અને બારસના દિવસે સવારે ૫:૦૦ વાગ્યાથી સેવા મળશે (રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી કે જરૂરિયાત મુજબ વધુ સમય ચાાલશે).

  • સ્પેશિયલ ST બસો: ૧૧ થી ૨૬ ઓક્ટોબર સુધી પાવાગઢ રૂટ પર ૫૫ વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

  • યાત્રિક સુવિધાઓ: ગોધરા એસ.ટી. વિભાગના ૨૫૦ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે; બસ મથકે વિશાળ મંડપ, પીવાનું પાણી અને ક્યૂ સિસ્ટમ તૈયાર કરાઈ.

તંત્ર દ્વારા તમામ દર્શનાર્થીઓને સુચારુ દર્શન વ્યવસ્થા માટે જાહેર પરિવહનનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE