ઉનામાં જી આર ડી જવાન મનુભાઈ ચારણીયા ને પાકીટ મળતા મૂળ માલિકને પરત કર્યું

કૈલૈશ ભટ્ટ ઉના

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના નાઓની રાહબરી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા નાઓની સુચના મુજબ વર્તમાન સમયમાં જાહેર જનતાઓના પાકીટ (પર્સ) ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારશ્રીઓને તેમના પાકીટ (પર્સ)પરત અપાવવા કાર્યવાહી હાથ ધરેલ

જે અનવ્યે આ કામગીરી ટ્રાફીક ઇન્ચાર્જ એ.એસ.આઇ જયેશભાઇ ભુવા તથા પો.હેડ કોન્સ ધીરૂભાઇ બાંભણીયા તથા ટ્રાફીક બ્રીગેટ તથા જી.આર.ડી.ના જવાનો વડલા ચોકી ખાતે ટ્રીફક લગત કામગીરી કરતા હોય તે દરમ્યાન જી.આર.ડી. મનુભાઇ ગાંગાભાઇ નાઓને વડાલા ચોકી જાહેર રોડ ઉપર એક પૈસાનુ પાકીટ(પર્સ) મળેલ હોય જેમા ૬૩૧૦/- રોકડ રકમ તથા જરૂરી ઓરીજન ડોકયુમેન્ટ સાથે મળેલ હોય જેથી પૈસાના પાકીટના મુળ માલીક લાલજીભાઈ ધીરૂભાઈ મકવાણા રહે-એલમપુર તા.ઉના વાળાઓને જે-તે સ્થિતિમાં મુળ માલીકને પરત સોપી આપી પ્રસંશનીય કામગીરી કરી “પોલીસ પ્રજાનો મિત્ર” હોવાનુ સાર્થક કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE