જૂનાગઢ અને પોરબંદરમાં ચકચાર મચાવનાર ₹351 કરોડના મહાઠગાઈ કૌભાંડમાં જૂનાગઢ SOG પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણી દિલ્હીથી પકડાઈ ગયો છે.
ઠગાઈની મોડસ ઓપરેન્ડી અને બોગસ પેઢીઓ
-
નકલી પેઢીઓ અને GST: આરોપીએ ‘વિઠ્ઠલ પલ્સ કોમોડિટીઝ’, ‘અહર્મ કોમોડિટીઝ’ અને ‘ભારત એન્ટરપ્રાઇઝ’ જેવી નકલી પેઢીઓ ઊભી કરીને ખોટા GST નંબર મેળવ્યા હતા.
-
૨૨ બેંક ખાતાઓનો ઉપયોગ: અલગ-અલગ બેંકોમાં ૨૨ ચાલુ ખાતાઓ ખોલાવી કોરા ચેક અને RTGS ફોર્મ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી આચરી હતી.
કૌભાંડની રકમ અને આગળની તપાસ
-
₹૩૫૧ કરોડનું કૌભાંડ: પોલીસ તપાસ અનુસાર જૂનાગઢમાં ₹૧૮૩ કરોડ અને પોરબંદરમાં ₹૧૬૩ કરોડ મળીને કુલ ₹૩૫૧ કરોડથી વધુ રકમની માતબર ઠગાઈ આચરવામાં આવી હતી.
-
ઊંડાણપૂર્વક તપાસ: SOG ની ટીમ હાલ મુખ્ય આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Post Views: 0










