કેન્દ્ર સરકારના બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરો માટે ઈ-બોર્ડિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે વિદેશ જતાં પ્રવાસીઓએ ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવો પડશે નહીં.
ઇમિગ્રેશન અને કસ્ટમ્સના નવા નિયમો
-
ઈ-બોર્ડિંગ પાસ: પ્રવાસીઓ પોતાના મોબાઇલમાં રહેલો ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. (પાસપોર્ટ, વિઝા અને સિક્યોરિટી ચેકિંગ પૂર્વવત રહેશે).
-
Atithi 2.0 એપ: કસ્ટમ્સ ક્લિયરન્સ સરળ બનાવવા મુસાફરો સામાનની વિગતો ઓનલાઇન જાહેર કરી શકશે.
-
ડ્યુટી-ફ્રી શોપિંગ: ડ્યુટી-ફ્રી ખરીદીની મર્યાદા વધારીને ₹૭૫,૦૦૦ કરાઈ છે. આ સિવાય મહિલાઓ માટે ૪૦ ગ્રામ અને પુરુષો માટે ૨૦ ગ્રામ સોનાના દાગીના તથા ૧ લેપટોપ ડ્યુટી-ફ્રી લાવી શકાશે.
વિમાની મુસાફરોના નવા અધિકારો
-
૬૦% ફ્રી સીટ્સ: DGCA ના નિયમો મુજબ એરલાઇન્સે કુલ સીટોમાંથી ઓછામં ઓછી ૬૦% સીટો કોઈપણ વધારાના ચાર્જ વગર ઉપલબ્ધ કરાવવી પડશે.
-
ઝડપી રિફંડ: ફ્લાઇટ કેન્સલ થવા પર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે ૭ દિવસમાં અને એજન્ટ બુકિંગ માટે ૧૪ દિવસમાં રિફંડ ચૂકવવાનું રહેશે.
-
મફતમાં નામ સુધારો: ટિકિટ બુકિંગમાં નામ કે સ્પેલિંગની ભૂલ હોય તો ૨૪ કલાકની અંદર વેબસાઇટ પરથી મફતમાં સુધારી શકાશે.
એરપોર્ટ પર વ્લોગિંગ અને સિક્યોરિટી એલર્ટ
-
વીડિયોગ્રાફી પર પ્રતિબંધ: સિક્યોરિટી ચેકપોઇન્ટ, બોર્ડિંગ ઝોન અને રનવે બસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વ્લોગિંગ કે વીડિયોગ્રાફી કરવા પર કડક મનાઈ છે; ઉલ્લંઘન કરનાર સામે દંડ અથવા ફ્લાઇંગ રેસ્ટ્રિકેશન આવી શકે છે.
-
સમયપાલન: અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ૨ કલાક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ૪ કલાક વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે.










