કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ અને શૈક્ષણિક જગત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ઘાંટવડ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યશ્રી મહેશભાઈ વાઢેરની જિલ્લા કક્ષાના બેસ્ટ આચાર્ય એવોર્ડ-2026 માટે પસંદગી કરવામાં આવતા શાળા પરિવાર સહિત સમગ્ર ઘાંટવડ પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે આચાર્ય મહેશભાઈ વાઢેર દ્વારા શાળામાં શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શાળાના શૈક્ષણિક વાતાવરણને વધુ સુદૃઢ બનાવવા, વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા અને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે આચાર્ય તરીકેની જવાબદારી નિભાવતા તેમણે વિદ્યાર્થી, વાલી અને શિક્ષક વચ્ચે સંકલન જળવાઈ રહે તથા શાળાની કામગીરીમાં સૌનો સહયોગ મળી રહે તે માટે પણ સક્રિય ભૂમિકા ભજવી છે. તેમની કાર્યપદ્ધતિમાં શિસ્ત, આયોજન, જવાબદારી અને વિદ્યાર્થીઓ પ્રત્યેની આત્મીયતા જોવા મળે છે બેસ્ટ આચાર્ય એવોર્ડ-2026 માટે તેમની પસંદગી એ તેમની શૈક્ષણિક કામગીરીની મહત્વપૂર્ણ નોંધ સમાન છે. આ સિદ્ધિ માત્ર આચાર્ય મહેશભાઈ વાઢેરની વ્યક્તિગત ઉપલબ્ધિ નહીં, પરંતુ ઘાંટવડ પ્રાથમિક કુમાર શાળા અને સમગ્ર ઘાંટવડ ગામ માટે ગૌરવની બાબત બની છે આચાર્ય મહેશભાઈ વાઢેરની પસંદગી બદલ શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો તેમજ તેમના મિત્રો અને શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે સપોર્ટ ન્યૂઝ ગુજરાતના તંત્રી શબ્બીર સેલોતે આચાર્ય મહેશભાઈ વાઢેરને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહેશભાઈ વાઢેરની જિલ્લા કક્ષાના બેસ્ટ આચાર્ય એવોર્ડ માટે પસંદગી સમગ્ર ઘાંટવડ માટે ગૌરવની ક્ષણ છે.
તેમણે વધુમાં શુભેચ્છા પાઠવી હતી કે મહેશભાઈ વાઢેર ભવિષ્યમાં પણ શિક્ષણક્ષેત્રે પોતાની સેવાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપતા રહે અને ઘાંટવડનું નામ વધુ રોશન કરે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ આચાર્યશ્રી મહેશભાઈ વાઢેરને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
Post Views: 0











