ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

કૈલૈશ ભટ્ટ ઉના

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને દારૂ, ડ્રગ્સ સહિતની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થાય અને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા તથા તેમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ ગીરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી (PI)ને આવેદનપત્ર આપી દારૂ-ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પર સંપૂર્ણપણે અંકુશ લાવવા, લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE