ગુજરાતના ઊર્જા ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. આણંદ જિલ્લાના ધુવારણ ખાતે નવા ન્યુક્લિયર પાવર કૉમ્પ્લેક્સની સ્થાપના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50 ભાગીદારીથી કામગીરી આગળ વધી રહી છે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટની ક્ષમતા 4,200 મેગાવોટથી લઈને 7,000 મેગાવોટ સુધીની હોઈ શકે છે.
₹2.25 લાખ કરોડ સુધીનું રોકાણ અને જોઈન્ટ વેન્ચર
-
રોકાણનું માળખું: પ્રતિ મેગાવોટ આશરે ₹35 કરોડના ખર્ચ મુજબ, 4,200 MW માટે ₹1.25 લાખ કરોડ અને 7,000 MW ની મહત્તમ ક્ષમતા માટે ₹2.25 લાખ કરોડ સુધીનું રોકાણ થવાનો અંદાજ છે.
-
સંયુક્ત સાહસ: પ્રોજેક્ટના નિર્માણ અને સંચાલન માટે NPCIL (ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.) અને GSECL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી.) વચ્ચે જોઈન્ટ વેન્ચર કંપની રચવાની ચર્ચા ચાલી રહી છે.
ધુવારણમાં 1,100 હેક્ટર જમીન ઉપલબ્ધ
-
સાઇટની પસંદગી: ખંભાત તાલુકાના ધુવારણ ખાતે પ્રોજેક્ટ માટે 1,100 હેક્ટર જમીન ઉપલબ્ધ છે.
-
કેન્દ્રીય ટુકડીની તપાસ: કેન્દ્ર સરકારની ટીમે સ્થળની મુલાકાત લઈ કૂલિંગ વોટર, ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂકંપીય પરિબળોનું મૂલ્યાંકન શરૂ કર્યું છે.
-
ઉચ્ચ સ્તરીય સમિતિ: રાજ્ય સરકારે નીતિગત નિર્ણય અને મદદ માટે હાઈ-પાવર અને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરી છે, જેની 2 બેઠકો પણ યોજાઈ ચૂકી છે.
કાકરાપાર બાદ ગુજરાતની ન્યુક્લિયર ક્ષમતામાં ઐતિહાસિક ઉછાળો
-
ટેકનોલોજી વિકલ્પો: ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સાથે PHWR અને PWR જેવા સ્વદેશી તથા વિદેશી રિએક્ટર મોડેલ્સ પર વિચારણા ચાલી રહી છે.
-
ઉદ્યોગો માટે ઊર્જા: સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને ડેટા સેન્ટર જેવા ઊર્જા-આધારિત ઉદ્યોગોની વધતી વીજ માંગને આ પ્રોજેક્ટથી મોટો સપોર્ટ મળશે.
-
હાલની ક્ષમતા: તાપીના કાકરાપાર ખાતે હાલ 1,840 MW (4 રિએક્ટર) ક્ષમતા કાર્યરત છે, ધુવારણ પ્રોજેક્ટ સાકાર થતાં રાજ્યની અણુઉર્જા ક્ષમતા ગુણાંકમાં વધશે.










