જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબના ઓએ ગેર કાયદેસર પ્રવ્રૂતિ સદંતર બંધ થાય તે માટે વાહન ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય,
ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓની માર્ગદર્શન સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓની રાહબરી હેઠળ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર નાઓની સુચનાથી સર્વલન્સ પો.સ્ટાફના માણસો નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલિંગ દરમ્યાન તડ ચેક પોસ્ટ આવી વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન કેન્દ્રસાશીત પ્રદેશ દિવ તરફથી સફેદ કલરની એક ફોરવ્હીલ આવનાર છે તેવી હકીકત આધારે મારૂતી સુઝુકી કંપની ફન્ટી ૮૦૦ સફેદ કલરની ફોરવ્હીલ.જેના રજી.નં-GJ-23-A-7528 વાળી આવતા જેને પો.હેડ.કોન્સ.પાંચાભાઇ પુંજાભાઇ તથા દિનેશકુમાર કાનાભાઇ તથા પો.કોન્સ વિજયભાઇ દુદાભાઇ નાઓએ રોકાવી ચેક કરતા ફોરવ્હીલની ડેકીમા તથા દરવાજાના ભાગે ચોરખાનુ બનાવેલ હોય જે ચોરખાનુ ખોલી જોતા તેમા ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીસ દારૂની બોટલો-નંગ-૪૦ જેની કુલ કિ.રૂ.૧૦,૯૨૪/-તથા મારૂતી સુઝુકી કંપની ફન્ટી ૮૦૦ સફેદ કલરની ફોરવ્હીલ.સહીત મળી કુલ કિ.રૂ.૩૫,૯૨૪/- નો પ્રોહી મુદામાલ સાથે મજકુર ઇસમ વિરૂધ્ધમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશન મા પ્રોહીબીશન લગત ગુન્હો રજી. કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી:-
ભનજી ભાઇ રાજાભાઇ રાવલીયા ઉ.વ.૪૬ ધંધો-મજુરી રહે,જુનાગઢ ઇવ નગર ઓમ નગર ડેરી પાસે
જે.જે.પરમાર પોલીસ ઇન્સ્પેકટર નવાબંદર મરીન પો.સ્ટે.
પાંચા ભાઇ પુંજાભાઇ બાંભણીયા પો.હેડ કોન્સ.નવાબંદર મરીન પો.સ્ટે
દિનેશકુમાર કાનાભાઇ ગોહીલ
વિજયભાઇ દુદા ભાઇ ચૌહાણ પો.
સંજયભાઇ વીરા ભાઇ વાળા











