વાપાળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: રોકડ રોકમ, મોબાઈલ અને વાહનો સહિત ₹૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત,
જાફરાબાદ, તા.૧૮ ઓગસ્ટ (ધર્મેશ મહેતા),
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી કાર્યવાહી કરીને જુગારધામ પર સફળ રેડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ આર.કે. કરમટાની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ સફળ રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા ૧૫ જેટલા આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
બોક્સ:
સ્થાનિક પોલીસની કામગીરી અને શંકાસ્પદ ભૂમિકા સામે ગંભીર સવાલો,.
ગાંધીનગરથી આવેલી SMC ની ટીમે સ્થાનિક પોલીસને સહેજ પણ કાનોકાન ખબર ન પડે તે રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. જાફરાબાદ પોલીસના નાકની નીચે આટલું મોટું જુગારધામ ધમધમતું હતું છતાંપણ સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી? તેવા સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમની સીધી કાર્યવાહીથી સ્થાનિક પોલીસબેડામાં મોટો ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસની નાક નીચે SMC ની રેડ પડતાં હવે સ્થાનિક પીઆઈ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ સામે જિલ્લા પોલીસ વડા કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
પોલીસે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી કુલ ₹૧,૬૧,૬૦૦ ની રોકડા રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત જુગારીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને ૩ વાહનો મળીને કુલ ₹૩,૨૮,૬૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ ૧૫ આરોપીઓ જેમાં ૧. અશોકભાઈ બાબુભાઈ બારૈયા, ૨. કાનજીભાઈ ભિખાભાઈ મકવાણા, ૩. તાહિર યુસુફભાઈ બાબર, ૪. રાકેશભાઈ જીવાભાઈ મકવાણા, ૫. રાજુભાઈ રામજીભાઈ રાઠોડ, ૬. ગોપાલભાઈ ખોડાભાઈ મકવાણા, ૭. ભાયાભાઈ ચિનુભાઈ મકવાણા, ૮. રાજેશભાઈ કાનાભાઈ બારૈયા, ૯. સંજયભાઈ કાળુભાઈ બારૈયા, ૧૦. રામદાસભાઈ ઉકાભાઈ સોલંકી, ૧૧. ભીમજીભાઈ શરમણભાઈ બારૈયા, ૧૨. જયમલભાઈ ભવનભાઈ બારૈયા, ૧૩. કાનજીભાઈ નાગરભાઈ બારૈયા, ૧૪. લક્ષ્મણભાઈ પાંચાભાઈ બારૈયા, ૧૫. ચંન્દ્રકાત ઉર્ફે ચંદુભાઈ રામજીભાઈ બારૈયા તમાંમ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











