માધાપર ચોકડી પાસે D-Martનો ખેલ?

જાહેર રોડ પર ‘પાર્કિંગ ફુલ’ના બોર્ડ, ‘પોતાની જવાબદારી પર પાર્કિંગ’ની સૂચના અને રસ્તા પર ખાનગી રીતે ઉભા કરાયેલા સાઇનબોર્ડથી દબાણ?

માધાપર ચોકડી પાસે આવેલા D-Martની બહાર જાહેર રોડ પર પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સ્થળ પર રસ્તાની વચ્ચે તથા રોડની બાજુમાં વિવિધ બોર્ડ મૂકવામાં આવ્યા છે, જ્યારે આસપાસ વાહનોનું પાર્કિંગ પણ જોવા મળે છે.

સવાલ એ છે કે જાહેર રોડ પર ખાનગી સંસ્થા દ્વારા આ રીતે બોર્ડ મૂકીને પાર્કિંગ અંગેના નિયમો નક્કી કરી શકાય છે કે નહીં? આ બોર્ડ માટે મહાનગરપાલિકા કે ટ્રાફિક વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે તપાસનો વિષય છે.

જાહેર રસ્તો ખાનગી મિલકત નથી, તો પછી જાહેર રોડ પર ‘પાર્કિંગ ફુલ’ અને ‘પોતાની જવાબદારી પર પાર્કિંગ’ જેવા બોર્ડ લગાવવાની મંજૂરી કોણે આપી?

માધાપર ચોકડી વિસ્તારના આ મામલે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી જાહેર રોડ પર દબાણ અને બોર્ડ મૂકવાની મંજૂરી અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE