સુરતમાં દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાવતી વધુ એક હાઈપ્રોફાઈલ ઘટના સામે આવી છે. શહેરના ચર્ચિત ડુમસ વિસ્તારમાં આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં મોડીરાત્રે બર્થડે પાર્ટીની આડમાં ચાલી રહેલી દારૂ-બિયરની મહેફિલ પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોને દારૂ પીતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
બર્થડે પાર્ટીની આડમાં જામી હતી વિદેશી દારૂની મહેફિલ
-
ચોક્કસ બાતમીના આધારે રેડ: ડુમસ સ્થિત ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીના નામે દારૂ-બિયરની છોળો ઉડી રહી હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી, જેના આધારે ડુમસ પોલીસે મોડી રાત્રે જ સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો.
-
મેડિકલ તપાસ: સ્થળ પરથી પકડાયેલા તમામ 8 મહિલાઓ અને પુરુષો સહિત 20થી વધુ લોકોને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
₹35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
-
કાર અને દારૂનો જથ્થો કબ્જે: પોલીસ તપાસ દરમિયાન ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ, બિયરનો જથ્થો તેમજ પાર્ટી સ્થળે લાવવામાં આવેલી મોંઘીદાટ લક્ઝુરીયસ કાર સહિત કુલ ₹35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
-
આયોજકો સામે કાર્યવાહી: દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે દિશામાં ડુમસ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
Post Views: 0











