આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ફેક કોલ્સની સમસ્યા સામે લડવા ભારતીય દૂરસંચાર નિયમનકારી પ્રાધિકરણ (TRAI) એ એક કડક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે સામાન્ય 10 આંકડાના મોબાઈલ નંબર પરથી આવતા સેવા સંબંધિત ફ્રોડ કોલ્સનો અંત આવશે.
શું છે TRAI ની નવી સિસ્ટમ?
-
‘1601’ ખાસ સિરીઝ: 10 ઓગસ્ટ 2026 થી શરૂ કરાયેલી આ વ્યવસ્થા હેઠળ તમામ સાચી અને વેરિફાઇડ ગેસ, વીજળી, પાણી અને કુરિયર કંપનીઓને ‘1601’ સિરીઝથી શરૂ થતા નંબરો જ ફાળવવામાં આવશે.
-
ઓળખ કરવી સરળ બનશે: ગ્રાહકો પોતાના સ્ક્રિન પર 1601 જોઈને તુરંત સમજી શકશે કે આ કોલ કોઈ પ્રમાણિક કંપનીનો જ છે.
પ્રથમ તબક્કામાં કઈ સેવાઓનો સમાવેશ?
-
યુટિલિટી સેવાઓ: વીજળી વિતરણ કંપનીઓ, પાણી પુરવઠા વિભાગ, સિટી ગેસ અને LPG સિલિન્ડર ડિલિવરી એજન્સીઓ.
-
લોજિસ્ટિક્સ સેવાઓ: ઈ-કોમર્સ પાર્સલ, કુરિયર કંપનીઓ અને એક્સપ્રેસ ડિલિવરી સેવાઓ.
નોંધ: બેંકિંગ, ફાયનાન્સ અને સરકારી સંસ્થાઓના કોલ પહેલાંની જેમ જ ‘1600’ સિરીઝથી જ આવશે.
કંપનીઓ માટે 90 દિવસનું અલ્ટીમેટમ અને કડક નિયમો
-
માઇગ્રેશન ડેડલાઇન: ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (Jio, Airtel, Vi વગેરે) ને 90 દિવસમાં તમામ પાત્ર કંપનીઓનું ટ્રાન્સફર પૂરું કરવા આદેશ અપાયો છે.
-
વચેટિયાઓ દૂર: નંબરોનું કાળાબજારી કે દુરુપયોગ રોકવા વચેટિયાઓને પ્રક્રિયામાંથી સાવ દૂર રખાયા છે અને સીધા વેરિફિકેશન બાદ જ નંબર ફાળવાશે.
-
પ્રમોશનલ કોલ્સ પર પ્રતિબંધ: 1601 સિરીઝનો ઉપયોગ માત્ર સર્વિસ/ડિલિવરી માહિતી માટે જ થશે. તેના પરથી લોન, ક્રેડિટ કાર્ડ કે પ્રોડક્ટ પ્રમોશન માટે કોલ કરી શકાશે નહીં.










