રાંચીમાં રણસંગ્રામ: વિધાનસભા કૂચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ; JPSCના પૂર્વ ચેરમેનની ધરપકડ

ઝારખંડના રાંચીમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલને ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આજે સવારથી જ હજારો વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ સાથે વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળી પડ્યા હતા. વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.

લાઠીચાર્જ વચ્ચે વિદ્યાર્થીઓએ ગાયું રાષ્ટ્રગાન

પોલીસની કડક કાર્યવાહી અને લાઠીચાર્જ હોવા છતાં વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા. કડક સુરક્ષા વચ્ચે એકઠા થઈને વિદ્યાર્થીઓએ દેશનું રાષ્ટ્રગાન ગાઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાની સુરક્ષા માટે કરાયેલા 7 લેયર બેરિકેડિંગમાંથી વિદ્યાર્થીઓએ 6 બેરિકેડ તોડી નાખ્યા હતા.

JPSC કૌભાંડ: પૂર્વ પ્રમુખ L. Khiangte ની ધરપકડ

ઝારખંડ લોકસેવા આયોગ (JPSC) સિવિલ સેવા પરીક્ષા ગેરરીતિ કેસમાં CID દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. JPSCના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ L. Khiangte ની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. તેમણે તપાસમાં સહયોગ આપવા માટે ગયા મહિને જ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

રાજકીય ઘમાસાણ અને નેતાઓની અટકાયત

  • બાબુલાલ મરાંડીની અટકાયત: મુખ્યમંત્રી આવાસ બહાર ધરણાં પર બેસેલા ભાજપના જ્યેષ્ઠ નેતા બાબુલાલ મરાંડી અને ભાજપ પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી કેમ્પ જેલમાં મોકલી આપ્યા છે.

  • ભાજપના વિપક્ષ પર પ્રહાર: ભાજપના નેતા તરુણ ચુગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીમાં આંદોલન હાઇજેક કરનારા નેતાઓ આજે ઝારખંડના યુવાનો પર ટીયર ગેસ છૂટી રહ્યો છે ત્યારે મૌન ધારણ કરી બેઠા છે.

  • સરકારનો પક્ષ: ઝારખંડ સરકારના મંત્રીઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ વિદ્યાર્થીઓના આંદોલનને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે, પરંતુ મુખ્ય પેચ સીબીઆઈ (CBI) તપાસની માંગ પર ફસાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE