માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે ખાસ સીમિત વિસ્તાર બનાવાશે

અમરેલી: માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવશે.

આ વિસ્તારમાં માનવ પર હુમલાની ઘટનાઓમાં સંડોવાયેલા સિંહોને રાખવામાં આવશે. સિંહોને તેમની કુદરતી જીવનશૈલી અને હેબિટેટને અનુરૂપ વાતાવરણ મળી રહે તે રીતે આ વિસ્તાર વિકસાવવામાં આવશે.

વન વિભાગનો હેતુ એક તરફ માનવ-સિંહ સંઘર્ષને નિયંત્રિત કરવાનો અને બીજી તરફ સિંહોના સંરક્ષણ તથા સંવર્ધનને વધુ અસરકારક બનાવવાનો છે. આ માટે સિંહોની સુરક્ષા, દેખરેખ અને વ્યવસ્થાપન માટે જરૂરી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ યોજનાઓ તથા પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ નવા સીમિત વિસ્તારને પણ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE