ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને નવી આગાહી જારી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 14 ઑગસ્ટ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં 10 ઑગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદનું એલો પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે.

ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં ચેતવણી

હવામાન વિભાગ અનુસાર 8, 9 અને 10 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને 30થી 40 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે વરસાદ પડી શકે છે.

  • અસરગ્રસ્ત જિલ્લાઓ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.

  • ભારે વરસાદનું એલર્ટ નથી: 14 ઑગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં માત્ર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જ રહેશે. અતિભારે વરસાદ માટે કોઈ યલો, ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી.

વરસાદી સિસ્ટમ સક્રિય થવાના મુખ્ય કારણો

દેશભરમાં નિર્માણ પામેલી વિવિધ વાતાવરણીય સિસ્ટમ્સના કારણે ગુજરાત પર ચોમાસુ માહોલ સક્રિય છે:

  • મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હીથી લઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.

  • લો-પ્રેશર સિસ્ટમ: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો-પ્રેશર એરિયા સર્જાયો છે.

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય છે, સાથે જ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

  • ભેજવાળા પવનો: નીચલા સ્તરે અરબી સમુદ્ર પરથી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE