અમદાવાદ ફાયર વિભાગમાં ‘ભાવપત્રક’ બનાવી ચાલતી લાખોની ઉઘાડી લૂંટ: 2024માં નિયમ બદલાયો અને લાંચ આપો તો જ ફાઈલ ક્લિયર થતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર (CFO) અમિત ડોંગરે એસીબી (ACB)ની જાળમાં ઝડપાયા બાદ ફાયર વિભાગના ભ્રષ્ટાચારના એક પછી એક સનસનાટીભર્યા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. માત્ર ₹36,000 ની લાંચના કેસથી શરૂ થયેલી તપાસમાં સામે આવ્યું છે કે ફાયર NOC આપવા માટે ચોક્કસ ‘રેટ કાર્ડ’ બનાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો.

2024માં નિયમ બદલાયો અને ભ્રષ્ટાચાર વધ્યો

અગાઉ ‘ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી અમેન્ડમેન્ટ એક્ટ’ હેઠળ ફાયર સેફટી ઓફિસર (FSO)ને NOC રિન્યુઅલની જવાબદારી સોંપાઈ હતી.

  • નવો સુધારો: વર્ષ 2024માં નિયમમાં સુધારો કરીને નક્કી કરાયું કે ઈન્સ્પેક્શનનું કામ FSO કરશે, પરંતુ આખરી મંજૂરી આપવાની સંપૂર્ણ સત્તા ચીફ ફાયર ઓફિસર પાસે રહેશે.

  • ફાઈલો લટકાવવાની નીતિ: આ સત્તા મળતા જ જે કન્સલ્ટન્ટ કે બિલ્ડર વહેલી લાંચ આપે તેનું કામ થઈ જતું, જ્યારે લાંચ ન આપનાર કે વિલંબ કરનારની ફાઈલો અટકાવી દેવામાં આવતી હતી.

NOC રિન્યુઅલ માટે FSO કેટેગરી મુજબ ‘રેટ કાર્ડ’

ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્રતિ NOC રિન્યુઅલ માટે FSO ની કેટેગરી મુજબ લાંચનો ભાવ નક્કી કરાયો હતો:

  • FSO – General: ₹6,500 (પ્રતિ NOC)

  • FSO – Advance: ₹10,000 (પ્રતિ NOC)

  • FSO – Specialist: ₹25,000 (પ્રતિ NOC)

નવી NOC અને પ્રીમિયમ વિસ્તારોમાં ₹5 થી ₹9 લાખનો ‘તોડ’

બિલ્ડિંગના વિસ્તાર અને પ્રોફાઈલ મુજબ નવી NOC માટે મોટા પ્રમાણમાં રકમ પડાવવામાં આવતી હતી:

  • પ્રીમિયમ વિસ્તારો: એસ.જી. હાઈવે અને પ્રીમિયમ વિસ્તારોની હાઈરાઈઝ કે કોમર્શિયલ બિલ્ડિંગોની ફાયર NOC માટે ₹5 લાખથી લઈને ₹9 લાખ સુધીની લાંચ લેવાતી હતી.

  • સામાન્ય વિસ્તારો: સામાન્ય વિસ્તારોની બિલ્ડિંગો માટે ₹50 હજારથી લઈને ₹5 લાખ સુધીનો ‘તોડ’ કરવામાં આવતો હતો.

  • કન્સલ્ટન્ટનો દાવો: એક કન્સલ્ટન્ટે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેણે પોતે એક બિલ્ડિંગની ફાયર NOC માટે અમિત ડોંગરે અને તેના સાથી કર્મીને ₹1.5 લાખની લાંચ આપી હતી.

આ સિસ્ટમમાં માત્ર CFO એકલો જ નહીં, પરંતુ તેની નીચેના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE