રાજકોટ જિલ્લાના કણકોટ ગામમાં પુત્રએ પોતાના પિતાનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ જિલ્લામાં વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કણકોટ ગામમાં પુત્રએ પોતાના જ પિતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. આરોપી પુત્રની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE