₹48.35 લાખનો વિદેશી દારૂ સહિત ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત; ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા, સ્થાનિક પોલીસ પર પણ ઉઠ્યા સવાલ
કચ્છ: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કચ્છના ગાગોદર હાઈવે નજીક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂથી ભરેલો ટ્રેલર ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન ટ્રેલરમાંથી ₹48.35 લાખનો વિદેશી દારૂ તેમજ વાહન સહિત કુલ ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂના જથ્થા પાછળ સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી ચાલી રહી હોવા છતાં સ્થાનિક સ્તરે કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હવે તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Post Views: 0










