જામનગર: જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી દ્વારા દરેડ સ્લમ વિસ્તારમાં સેવા અભિયાન યોજી આશરે 200 જેટલા જરૂરિયાતમંદ બાળકો સુધી મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બાળકોને ભોજન, ફ્રુટી, કેક, નવા કપડાં અને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા અને માનવતાના આ પ્રયાસને બાળકો અને સ્થાનિકોએ આવકાર્યો હતો.
સંસ્થાના હોદ્દેદારો, સભ્યો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સમાજસેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો.
Post Views: 0











