IPS વાબાંગ જામીરને સુરત પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ

સુરત: રાજ્ય સરકારે વરિષ્ઠ IPS અધિકારી વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપ્યો છે. નવા પોલીસ કમિશનરની નિમણૂક અંગે સરકારનો આગામી આદેશ બહાર ન પડે ત્યાં સુધી તેઓ આ જવાબદારી નિભાવશે.

વાબાંગ જામીર હાલમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર હતા. રાજ્ય સરકારના નિર્ણય બાદ હવે તેઓ સુરત શહેર પોલીસના વડા તરીકે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

ઉલ્લેખનીય છે કે વાબાંગ જામીર અગાઉ પણ સુરત શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. શહેરના પોલીસ વહીવટ અને કાયદો-વ્યવસ્થાનો તેમનો અનુભવ ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

સરકાર દ્વારા કાયમી પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે વાબાંગ જામીર કાર્યભાર સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE