SMCના દરોડા બાદ કચ્છ પોલીસમાં એક્શન: માનકુવા PI કે. એમ. ગઢવી સસ્પેન્ડ

ભુજ: કચ્છના માનકુવા વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ પોલીસ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ રેન્જના IG ચિરાગ કોરડિયાએ માનકુવા પોલીસ સ્ટેશનના PI કે. એમ. ગઢવીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

SMCની કાર્યવાહીમાં ગેરકાયદેસર જુગાર ક્લબ પરથી રૂ. 45.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ અંગે પ્રશ્નો ઊભા થતાં સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ફરજમાં બેદરકારી અને જવાબદારીના મુદ્દાઓ સામે આવતાં PI કે. એમ. ગઢવી સામે વિભાગીય કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ વિભાગે જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે અથવા તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો સંબંધિત અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE