રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટો પ્રહાર: ‘ફીરીયા’ સિન્ડિકેટના 20 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ: રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું સંગઠિત રીતે વેચાણ કરતી ફિરોઝ ઉર્ફે ‘ફીરીયા’ સિન્ડિકેટ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. સિન્ડિકેટના કુલ 20 સાગરીતો વિરુદ્ધ ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ (GUJSITOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફીરીયા સિન્ડિકેટ લાંબા સમયથી બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યું હતું. સંગઠિત ગુનાખોરીના આ નેટવર્ક સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ, ગુપ્ત બાતમી અને એકત્રિત પુરાવાના આધારે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ હાલ સિન્ડિકેટની કામગીરી, આર્થિક વ્યવહારો, દારૂના સપ્લાય ચેઇન તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન વધુ નામો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં સંગઠિત ગુનાખોરી અને દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે આવનારા સમયમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE