શાપર-વેરાવળ હત્યાકાંડનો પર્દાફાશ: મહિલાના વેશમાં મળેલો મૃતદેહ પુરુષનો, મુખ્ય આરોપી પિયુષ કશ્યપ ઝડપાયો

સોશિયલ મીડિયા પર મહિલા બની ઓળખાણ બનાવી ગાંધર્વ લગ્ન કર્યાનો ખુલાસો; CCTV અને ટેક્નિકલ પુરાવાથી પોલીસે ઉકેલ્યો કેસ

રાજકોટ: શાપર-વેરાવળ વિસ્તારમાં મળી આવેલી શંકાસ્પદ લાશના કેસમાં પોલીસે સનસનીખેજ ખુલાસા સાથે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી પિયુષ કશ્યપની ધરપકડ કરી છે. વૈજ્ઞાનિક અને ટેક્નિકલ તપાસના આધારે પોલીસે ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે.

પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના વેશમાં મળી આવેલી લાશ કોઈ મહિલાની નહીં પરંતુ ચંદનકુમાર નામના પુરુષની હતી. આ ખુલાસા બાદ પોલીસે તપાસનો વ્યાપ વધારી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક સોશિયલ મીડિયા પર મહિલાની ઓળખ બનાવી લોકોના સંપર્કમાં આવતો હતો. એટલું જ નહીં, આ ઓળખના આધારે ગાંધર્વ લગ્ન કર્યાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ, મોબાઇલ ફોનની ટેક્નિકલ વિગતો, ડિજિટલ પુરાવા અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તમામ પુરાવાના આધારે મુખ્ય આરોપી પિયુષ કશ્યપની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપી અને મૃતક વચ્ચેના સંબંધો તેમજ આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE