વડોદરા: શહેર એલસીબીની ટીમે નારેશ્વર રોડ પર સાંસરોદ નજીક સફળ કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. ભરૂચથી નારેશ્વર તરફ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે અગાઉથી વોચ ગોઠવી હતી.
પોલીસે શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂ.9.86 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. સમગ્ર જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં દારૂ ઉપરાંત કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે. બંનેની કુલ કિંમત રૂ.14.87 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે કન્ટેનર ચલાવતા દાનીશખાન ખાનની ધરપકડ કરી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Post Views: 0











