ભુજ બસ સ્ટેશન પાસે બ્રેક ફેલ થતાં ટ્રાવેલ્સ બસ બેકાબૂ, કાર અને હાથલારીને ટક્કર

ભુજ: શહેરના બસ સ્ટેશન વિસ્તાર પાસે આજે એક ખાનગી ટ્રાવેલ્સ બસના બ્રેક ફેલ થતાં બસ અચાનક બેકાબૂ બની ગઈ હતી. બસે આગળ જઈ એક કાર અને હાથલારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.

અકસ્માતમાં કાર અને હાથલારીને ભારે નુકસાન થયું છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

પોલીસે અકસ્માતની નોંધ લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બસના બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બસની તકનીકી તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE