ખાવડામાં ગેરકાયદે ખનીજ પરિવહન સામે તંત્રનો સપાટો: 7 ઓવરલોડ ટ્રક ઝડપી, રૂ. 1.75 કરોડનો મુદ્દામાલ સીઝ

કચ્છ: ગેરકાયદે ખનીજ પરિવહન પર અંકુશ લાવવા વહીવટી તંત્રે ખાવડા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભુજ પ્રાંત અધિકારીએ આકસ્મિક ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી 7 ટ્રકો ઝડપી પાડી હતી, જેમાં રોયલ્ટી પાસ વગર તેમજ ઓવરલોડ ખનીજનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ચેકિંગ દરમિયાન ટ્રકોમાં જરૂરી દસ્તાવેજોની તપાસ કરતાં અનેક વાહનો પાસે માન્ય રોયલ્ટી પાસ ન હોવાનું તેમજ નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ખનીજ ભરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તંત્રે તમામ વાહનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ કાર્યવાહીમાં ગેરકાયદે ખનીજ અને ટ્રકો સહિત કુલ અંદાજે રૂ. 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વહીવટી તંત્રે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવી જ સઘન ચકાસણી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE