દેવભૂમિ દ્વારકામાં અધિક માસે યાત્રાળુઓનો ભારે ઘસારો, ઠેર ઠેર ટ્રાફિક જામ

દેવભૂમિ દ્વારકામાં વેકેશન અને અધિક માસને પગલે યાત્રાળુઓ તથા સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. કાળીયા ઠાકોરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોંચતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

શિવરાજપુર બીચ, નાગેશ્વર મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ ભારે ભીડ ઉમટી પડી હતી. સાકડા રસ્તાઓ અને વધતા વાહનવ્યવહારને કારણે અનેક સ્થળોએ લાંબી વાહનોની કતારો લાગી હતી.

અધિક માસ દરમિયાન ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી ગોમતી ઘાટ પર પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Comment

READ MORE

READ MORE