લગ્નની શરણાઈઓ વચ્ચે ચીસ સંભળાઈ: પાલઘર હાઈવે પર જાનૈયા ભરેલી ટ્રકનો કચ્ચરઘાણ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો”

મહારાષ્ટ્ર (Maharashtra) ના પાલઘર જિલ્લામાં સોમવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad Highway) પર જાનૈયાને લઈ જતી એક ટ્રક અને કન્ટેનર (Container) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Palghar Road Accident : ખુશી માતમમાં ફેરવાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર, એક આઇશર ટ્રક (Eicher Truck) માં સવાર થઈને જાનૈયાઓ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લામાં હાઈવે પર તેમની ટ્રક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી અને ચારેતરફ ચીસાચીસ મચી ગઈ હતી.

તપાસ અને રાહત કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ (Palghar Police) અને રાહત ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે આ દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીને કારણે થઈ છે કે વાહનમાં આવેલી કોઈ ટેકનિકલ ખામીને લીધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE