તમિલનાડુમાં મંદિર-શાળાઓ પાસે દારૂ પર પ્રતિબંધ: CM બનતા જ થાલાપથી વિજયનો મોટો નિર્ણય

તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા વિજયે મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ વહીવટી તંત્રમાં હલચલ મચાવી દીધી છે. મુખ્યમંત્રી તરીકેની ખુરશી સંભાળતા જ તેમણે જનતાને આપેલા વચનો પૂરા કરવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. વિજયના સત્તામાં આવતાની સાથે જ રાજ્યમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. જેનો સીધો પ્રભાવ સામાન્ય જનતા અને સામાજિક વ્યવસ્થા પર પડી રહ્યો છે.

આ પણ વાંચો…

ઈરાનને ‘કબ્રસ્તાન’ બનાવવાની તૈયારી? અમેરિકા-ઈઝરાયેલનો ખતરનાક પ્લાન; જાણો ટ્રમ્પ-નેતન્યાહુ શું કરશે

દારૂની દુકાનો પર સર્જિકલ સ્ટ્રાઈક મુખ્યમંત્રી વિજયે સામાજિક શુદ્ધતા તરફ મોટું કદમ ઉઠાવતા ધાર્મિક સ્થળો, શાળાઓ, કોલેજો અને બસ સ્ટેન્ડના ૫૦૦ મીટરના દાયરામાં આવેલી તમામ સરકારી દારૂની દુકાનો તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન કરવા માટે તેમણે વહીવટી તંત્રને માત્ર બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ શૈક્ષણિક અને ધાર્મિક સ્થાનોની ગરિમા જાળવવાનો અને નશાના દૂષણને રોકવાનો છે.

શપથ મંચ પર જ ત્રણ મહત્વના નિર્ણયોની જાહેરાત વિજયે પોતાની કામ કરવાની આગવી શૈલી બતાવતા શપથ ગ્રહણ મંચ પર જ ત્રણ મહત્વની ફાઈલો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે રાજ્યના નાગરિકોને રાહત આપવા 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, મહિલાઓની સુરક્ષા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને રાજ્યમાં નશાની ગંભીર સમસ્યાને નાથવા માટે દરેક જિલ્લામાં એક વિશેષ પોલીસ દળ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

બહુમતી અને વોટ શેરનું મજબૂત સમીકરણ રાજકીય દ્રષ્ટિએ વિજયની પાર્ટી TVK એ જોરદાર દેખાવ કર્યો છે. કોંગ્રેસ, CPI અને અન્ય પક્ષોના સહયોગથી બનેલા ગઠબંધન સાથે તેમની પાર્ટી 120 બેઠકોના આંકડા સુધી પહોંચી છે. રસપ્રદ વાત એ છે કે TVK ને કુલ 1.72 કરોડ વોટ (34.92%) મળ્યા છે. જે દાયકાઓથી શાસન કરતી DMK ના વોટ કરતા પણ ઘણા વધારે છે. આ પ્રચંડ જનસમર્થનના જોરે વિજય હવે તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE