રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે..એક તરફ છેલ્લા 24 કલાકમાં જયપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે..તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભીષણ લૂ અને દઝાડતી ગરમીની ચેતવણી આપી છે.
હવામાન કેન્દ્ર જયપુરના આંકડા મુજબ, મંગળવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. જયપુરના શાહપુરામાં સૌથી વધુ 68 મિલીમીટર વરસાદ નોંધાયો છે..આજે પણ કોટા, ઉદયપુર, ભરતપુર અને જયપુર વિભાગની સાથે ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ સાથે પવન અને હળવા વરસાદની શક્યતા છે.
3-4 દિવસમાં બદલાશે હવામાનનો મિજાજ
આગામી 72 થી 96 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે. જોકે, ઉત્તર-પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ ચાલુ રહી શકે છે.
9 મેથી શરૂ થશે ‘ગરમીનો ટોર્ચર’
વરસાદનો રાઉન્ડ પૂરો થતા જ રાજસ્થાન હવે તપવા માટે તૈયાર છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે…9 મેથી સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે…8 થી 11 મે દરમિયાન જોધપુર અને બીકાનેર વિભાગના સરહદી વિસ્તારોમાં ભીષણ લૂ ફૂંકાઈ શકે છે..જ્યાં પારો 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન છે.
Post Views: 0











