પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ અને વિજયને પગલે સમગ્ર દેશમાં કેસરીયો માહોલ છવાયો છે. આ ઐતિહાસિક જીતનો આનંદ છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળ્યો હતો. જ્યાં જિલ્લા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ રસ્તા પર ઉતરી ભારે ઉત્સાહ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો.
અલીપુરા ચાર રસ્તા ખાતે આતશબાજી અને સૂત્રોચ્ચાર
બોડેલીના અલીપુરા ચાર રસ્તા ખાતે આજે સાંજે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.’ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડીને આ જીતને વધાવી લીધી હતી.
ઉપસ્થિત મહાનુભાવો
આ વિજય ઉત્સવમાં જિલ્લા અને તાલુકા સ્તરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે:
-
પુષ્કર પટેલ: મહામંત્રી, છોટાઉદેપુર જિલ્લા ભાજપા
-
રાજુભાઈ શાહ: કોષાધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા
-
નીલ પટેલ: પ્રમુખ, બોડેલી તાલુકા ભાજપા
-
તુષાર પટેલ: પ્રમુખ, બોડેલી શહેર ભાજપા
આ ઉપરાંત, તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા બોડેલી તાલુકા પંચાયત, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહમાં વધારો કર્યો હતો.
“પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપનો જે વિજય થયો છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસની રાજનીતિની જીત છે. આ જીતથી કાર્યકરોમાં નવો જોમ ભરાયો છે.” — રાજુભાઈ શાહ, કોષાધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા
રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 0











