બોડેલી ચૂંટણી પરિણામ: 26 બેઠકો પર ભાજપનો વિજય, વિપક્ષના સૂપડા સાફ

છોટાઉદેપુર જિલ્લાની નવનિર્મિત એવી બોડેલી નગરપાલિકાની પહેલીવાર જ યોજાયેલ ચૂંટણીમાં કુલ સાત વોર્ડ ની 28 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગઈ હતી જેથી 24 એપ્રિલે 22 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની મતગણતરી આજરોજ થતા 22 બેઠકો પૈકી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જેને લઇ બોડેલી નગરપાલિકાની કુલ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો.. જ્યારે વોર્ડ નંબર 3ની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર દક્ષેશ પ્રજાપતિ અને વોર્ડ નંબર 7 માં એક બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંત રાઠવા એ પોતાની જીત હાંસલ કરી છે.

બોડેલી નગરપાલિકાના વોર્ડ મુજબ વિજેતા ઉમેદવારો ની યાદી….

વોર્ડ નંબર 1.

1.સરોજબેન સવજીભાઈ રાઠવા.. ભાજપા        2.વિકસીકાબેન દયાલ કિશોર ભગત.‌ ભાજપા

3.રાકેશભાઈ અંબાલાલ ચાવડા.. ભાજપા

4.પીન્ટુભાઇ બચુભાઈ બારીયા.. ભાજપા

વોર્ડ નંબર – 2

1.ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા બિનહરીફ.. ભાજપા

2.પન્નાબેન વિજયભાઈ પટેલ

ભાજપા

3.મગાભાઈ વલુભાઈ ભરવાડ.. ભાજપ આ

4.જીગ્નેશકુમાર પ્રવીણચંદ્ર ચોકસી.. ભાજપા

વોર્ડ નંબર -3

1.રાજેશ્રીબેન વિરેન્દ્રસિંહ રાજપુત.. ભાજપા

2.જિજ્ઞાસાબેન દીપકકુમાર મહેતા.. ભાજપ આ

3.પાર્થ રાજેન્દ્રકુમાર સોની.. ભાજપા

4.દક્ષેશ ચીમનભાઈ પ્રજાપતિ.. અપક્ષ

વોર્ડ નંબર- 4

1.અંજનાબેન રાજેન્દ્રભાઈ બારીયા.. ભાજપા

2.ગીતાબેન છત્રસિંહ બારીયા.. ભાજપા

3.છાયાબેન વિઠ્ઠલભાઈ બારીયા.. ભાજપા

4.યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર.. ભાજપા

વોર્ડ નંબર- 5 ચારેય બેઠક

બિનહરીફ ભાજપા

1.રાધિકાબેન સંતોષભાઈ મોરે

2.મૈત્રીબેન જૈમીનભાઈ શાહ

3.ઉમેશભાઈ રામદાસ ભાઈ રાઠવા

4.કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ

વોર્ડ નંબર – 6

1.શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારીયા.. ભાજપા

2.જૈનબબેન મહમ્મદહનીફ ખત્રી.. ભાજપા

3.મહેશભાઈ શનાભાઇ બારીયા..ભાજપા

4.જીગ્નેશભાઈ મહેશભાઈ અગ્રવાલ..ભાજપા

વોર્ડ નંબર -7

1.શશીકાંતભાઈ પુરુસોતમભાઈ રાઠવા.. કોંગ્રેસ

2.મુકેશભાઈ કિશોરભાઈ રાઠવા.. ભાજપા

3.સંગીતાબેન વિજયસિંહ રાઠોડ..ભાજપા

4.સલમાબેન જીયાઉદ્દીન

મન્સુરી.. ભાજપા બિનહરીફ

આમ બોડેલી નગરપાલિકાની રસાકસી ભરી ચૂંટણીમાં 28 બેઠકોમાંથી છ બેઠકો ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી પહેલા જ બિનહરીફ મેળવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીતનો પ્રારંભ કરી દીધો હતો. અને આજે 22 બેઠકો માટેની મતગણતરી થતા 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે એક બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈ રાઠવા અને બીજી એક બેઠક પર અપક્ષ ઉમેદવાર દક્ષેશ ચીમનભાઈ પ્રજાપતિ વિજેતા બન્યા છે.

બોડેલીની શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થતા કોલેજ બહાર ઉમેદવારોનાં ટેકેદારો શુભેચ્છકો તેમજ પાર્ટીના કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી ની શરૂઆત થઈ હતી અને એક પછી એક બોડેલી નગરપાલિકા સાથે બોડેલી તાલુકા પંચાયત અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની ગણતરી શરૂ કરી એક પછી એક વિજેતા ઉમેદવારોના નામો જાહેર થતાં રોડ પર એકત્ર થયેલા વિજેતા ઉમેદવારોના ટેકેદારો કાર્યકરો અને શુભેચ્છકોએ ભારત માતાકી જય.. વંદે માતરમ્ ના નારા લગાવી વિજેતા ઉમેદવારોને આવકારી ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. અને બીજી તરફ ડીજેના તાલ સાથે વિજેતા ઉમેદવારો વિજય સરઘસો નીકળ્યા હતા.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE