રાજકીય સમાચાર: કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી; સ્થાનિક નેતૃત્વ સામે આકરા પ્રહારો

‘ડોન બનીને ફરે છે, જનતા પરેશાન છે!’: કોડીનારના પૂર્વ MLA જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા, દીનુ બોઘા અને શિવા સોલંકી પર કર્યા પ્રહાર

રાજકોટ/ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠા દાના સોલંકી (જે.ડી. સોલંકી) એ ફરી એકવાર કોંગ્રેસ પક્ષમાં વાપસી કરી છે. રાજકોટ ખાતે આયોજિત કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા ની ઉપસ્થિતિમાં તેમને ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર આપવામાં આવ્યો છે. જેઠા સોલંકીના આ પક્ષપલટાથી ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જેઠા સોલંકીના નિવેદન અને ભાજપ સામેના આક્ષેપોની મુખ્ય વિગતો:

  • સ્થાનિક નેતૃત્વ સામે ગંભીર પ્રહારો: કોંગ્રેસમાં જોડાયા બાદ મીડિયા સમક્ષ આક્રમક અંદાજમાં પ્રતિક્રિયા આપતા જેઠા સોલંકીએ જણાવ્યું હતું કે, “કોડીનારમાં હાલ ડોન બનીને ફરતા લોકોથી સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે.” તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી પર સીધા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે તેમના ત્રાસના કારણે કોડીનારની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને સામાન્ય લોકોના ન્યાયી કામો પણ થતા નથી.

  • પક્ષ બદલવાનું કારણ: તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને વ્યક્તિગત કે કોઈ પદ મેળવવાની લાલસા નથી, પરંતુ વિસ્તારની જનતા અને કાર્યકરોની ભારે માંગ તેમજ સામાન્ય નાગરિકોની કનગતને ધ્યાનમાં રાખીને જ તેમણે ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

  • રાજકીય પૃષ્ઠભૂમિ: ઉલ્લેખનીય છે કે જેઠા સોલંકી વર્ષ ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર કોડીનાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજયી બન્યા હતા અને સરકારમાં સંસદીય સચિવ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂકાયા છે. જોકે, વર્ષ ૨૦૧૭ માં આંતરિક મતભેદોના કારણે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી તેમજ પક્ષના તમામ હોદ્દાઓમાંથી રાજીનામું ધરી દીધું હતું, અને લાંબી અટકળો બાદ હવે રાજકોટમાં તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE