શિવરાજપુરમાં ભવ્ય કુસ્તી મેળાનું આયોજન

ભાદરવી પૂનમ નિમિત્તે 26 સપ્ટેમ્બરે યોજાશે પરંપરાગત કુસ્તી મેળો, મોટી સંખ્યામાં ખેલાડીઓ અને કુસ્તીપ્રેમીઓ ઉમટશે

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામ ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે પરંપરાગત શિવરાજપુર મહા કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિવરાજપુર તથા મકનપુર સહિત મોજપ ગામના સહયોગથી યોજાનાર આ કુસ્તી મેળો શનિવાર, તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાશે.

આ કુસ્તી મેળો હઝરત જાકુપીર ડાડાની દરગાહ, શિવરાજપુર વરવાળા વાડી વિસ્તાર ખાતે સવારે 11:30થી સાંજે 4:30 વાગ્યા સુધી યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ આ ભવ્ય આયોજન છેલ્લા 400 વર્ષથી ચાલી આવતી પરંપરા સાથે જોડાયેલું છે.

કુસ્તી મેળામાં વિવિધ સ્થળોના કુસ્તીબાજો ભાગ લઈ પોતાની કુસ્તી કળાનું પ્રદર્શન કરશે. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે યોજાનારા આ પરંપરાગત મેળાને લઈ ગ્રામજનો તેમજ કુસ્તીપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સમસ્ત શિવરાજપુર ગ્રામજનો દ્વારા આયોજિત આ કુસ્તી મેળામાં પત્રકારો, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ÷બુધાભા ભાટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE