વિક્રમસિંહ જાડેજા
ચોટીલા
રાજકોટ રેન્જ પોલીસ મહા નિરીક્ષકશ્રી નીલિપ્ત રાય સાહેબશ્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચોટીલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એસ.ભદોરીયા સાહેબના રેખાદેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આણંદપુર પોલીસ સ્ટેશનમાં તા.૯/૯/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ પોક્સોના ગુનાના કામના નાસતા-ફરતા આરોપી પ્રેમજીભાઈ કાળુભાઈ બાવળીયા (રહે. ઝ્રુ૫ડા(પીપળીયા)ને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી જૂનાગઢ ના દોલતપરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.અને ઝડપાયેલ આરોપીને આણંદપુર પોલીસ મથકે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આણંદપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી જે.કે.રાઠોડ સાહેબ તથા પો.હેડ કોન્સ. શેખાભાઈ એ.રોજીયા, પો.હેડકોન્સ. દિપકભાઈ જે.રાઠોડ, પો.કોન્સ હરસુખભાઈ ડી.શેખ, પો.કોન્સ વિનોદભાઈ એન.રાઠોડ અને પો.કોન્સ લક્ષ્મણભાઈ જે. સિંધવ સહિત પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી..
Post Views: 15











