ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વર્ષ 2026નો ઓગસ્ટ મહિનો 1901 પછીનો એટલે કે છેલ્લા 125 વર્ષમાં સૌથી ગરમ ઓગસ્ટ રહ્યો છે. ઓગસ્ટમાં 13 ટકાથી વધુ વરસાદની અછત નોંધાયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
125 વર્ષનો રેકોર્ડ અને તાપમાનમાં ઉછાળો
-
સરેરાશ તાપમાન: ઓગસ્ટ 2026માં દેશનું સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય તાપમાન (27.34 ડિગ્રી) કરતાં 0.67 ડિગ્રી વધારે છે.
-
રાત્રિનું તાપમાન: સરેરાશ લઘુત્તમ તાપમાન 24.36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં રાત્રિ દરમિયાન પણ અસામાન્ય ગરમી અનુભવાઈ હતી.
-
વરસાદની અછત: ઓગસ્ટમાં દેશમાં માત્ર 213.3 મીમી વરસાદ નોંધાયો, જે વર્ષ 2001 પછીનો સાતમો સૌથી ઓછો વરસાદ છે.
સપ્ટેમ્બર માટે IMDનું પૂર્વાનુમાન
-
ઓછો વરસાદ: સપ્ટેમ્બર 2026માં કુલ માસિક વરસાદ લોંગ પિરિયડ એવરેજ (LPA) ના 91 ટકાથી નીચે એટલે કે સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના છે.
-
હોટ એન્ડ ડ્રાય વાતાવરણ: દિવસના મહત્તમ તાપમાનની સાથે રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેતાં વાતાવરણ શુષ્ક અને ગરમ રહેવાની શક્યતા છે.
અલ નીનો અને કૃષિ ક્ષેત્ર પર અસર
-
અલ નીનોનો પ્રકોપ: પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધવાથી અલ નીનો વધુ મજબૂત બની રહ્યો છે, જે ચોમાસાની ગતિને નબળી પાડી રહ્યો છે.
-
ખરીફ પાકને નુકસાનની ભીતિ: સપ્ટેમ્બરમાં વરસાદ ઘટવાથી ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં ખરીફ પાકની ઉપજ અને જમીનના ભેજ પર માઠી અસર પડી શકે છે.











