તહેવારોની સિઝનની શરૂઆતમાં જ ખાંડના ભાવ સાતમા આસમાને પહોંચતાં સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. ₹40 થી ₹45 પ્રતિ કિલો વેચાતી ખાંડનો ભાવ સીધો ₹70 પહોંચી જતાં આગામી દિવસોમાં ચા તેમજ તહેવારોની મીઠાઈઓના ભાવ વધવાની પૂરતી શક્યતાઓ છે.
ચા રસિકો માટે માઠા સમાચાર
-
ભાવમાં તોતિંગ વધારો: કરિયાણાની દુકાનો અને મોલમાં અગાઉ ₹40 થી ₹45 ની આસપાસ મળતી છૂટક ખાંડ હવે ₹70 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
-
ચાના સ્વાદ પર અસર: ખાંડના ભાવ વધવાથી કિટલીઓ અને હોટલો પર વહેલી સવારે પીવાતી ચાના ભાવમાં વધારો ઝીંકાય તેવી શક્યતા છે.
તહેવારોની મીઠાશ પર મોંઘવારીની અસર
-
લાઈનસર આવતા તહેવારો: શ્રાવણ માસની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે.
-
મીઠાઈઓ મોંઘી થશે: તહેવારોના દિવસોમાં ખાંડનો વપરાશ રોકેટ ગતિએ વધતો હોય છે, પરંતુ ખાંડ કડવી બનતાં બજારમાં મળતી વિવિધ મીઠાઈઓના ભાવ પણ વધી શકે છે, જે મોંઘવારીની ચિંતા વધારે છે.
Post Views: 0











