ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને અગ્રણી વૈશ્વિક કંપની ‘Automation Anywhere’ વચ્ચે ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના 1 કરોડ યુવાનોને AI તાલીમ આપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે આ દિશામાં મોટું પગલું ભર્યું છે.
₹100 કરોડનો સહયોગ અને મફત લાયસન્સ
-
10 વર્ષમાં ₹100 કરોડ: આ ભાગીદારી હેઠળ Automation Anywhere કંપની આગામી 10 વર્ષમાં તાલીમ, ક્ષમતાવર્ધન અને AI પહેલ માટે ₹100 કરોડ સુધીનો આર્થિક અને તકનીકી સહયોગ આપશે.
-
મફત સોફ્ટવેર લાયસન્સ: કંપની પોતાના ખર્ચે નિષ્ણાત ટ્રેનર્સ અને મેન્ટર્સ ઉપલબ્ધ કરાવશે તથા પ્રાયોગિક અનુભવ માટે વિદ્યાર્થીઓને આધુનિક પ્લેટફોર્મના લાયસન્સ નિઃશુલ્ક પૂરા પાડશે.
તાલીમ અને લાભાર્થીઓ
-
વિશેષ તાલીમ કાર્યક્રમો: યુવાનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે વર્કશોપ, સેમિનાર અને સર્ટિફિકેશન આધારિત કોર્સનું આયોજન થશે.
-
માળખાકીય સુવિધા: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન સાધી જરૂરી સુવિધાઓ આપશે, જેનાથી રાજ્યમાં કુશળ માનવબળ તૈયાર થશે.
Post Views: 0











