ગાંધીનગર કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં ED-CBIની તપાસ પૂર્ણ: ‘ભૂત ફેકલ્ટી’ અને નકલી દર્દીઓ બતાવી મંજૂરી મેળવ્યાનો આરોપ, ગમે ત્યારે કાર્યવાહીના એંધાણ!

રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાં આચરવામાં આવતી ગેરરીતિઓ અને મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI દ્વારા હાથ ધરાયેલી તપાસ અંતિમ તબક્કામાં પહોંચી છે. દરોડાના આશરે 8 મહિના બાદ તપાસ રિપોર્ટ સામે આવવાની શક્યતા છે, જેનાથી અનેક કોલેજો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

દેશભરની 40થી વધુ મેડિકલ કોલેજો ED-CBIની રડારમાં

  • દેશવ્યાપી દરોડા: ગુજરાત (કલોલની SIMSR કોલેજ) ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, MP, UP, દિલ્હી, રાજસ્થાન અને કર્ણાટક સહિતના રાજ્યોની 40થી વધુ મેડિકલ કોલેજોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

  • ડિજિટલ પુરાવા જપ્ત: દરોડા દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા અને કાગળો સહિતના મહત્વના ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર ભ્રષ્ટાચારનો મામલો?

CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર મેળવી ગંભીર ગેરરીતિઓ આચરી હતી:

  1. ગુપ્ત માહિતીનું લીકેજ: આરોગ્ય મંત્રાલય (MoHFW) અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી ગુપ્ત સરપ્રાઈઝ ઈન્સપેક્શનની માહિતી અગાઉથી મેળવી લેવી.

  2. ‘ભૂત ફેકલ્ટી’ (Ghost Faculty): અસ્તિત્વમાં ન હોય અથવા પ્રોક્સી હોય તેવા ડોક્ટરો/પ્રોફેસરોને કાગળ પર દર્શાવવા.

  3. નકલી દર્દીઓ: નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં નિયમોનું પાલન થતું બતાવવા માટે ભાડાના કે નકલી દર્દીઓને એડમિટ કરવા.

  4. કરોડોની લાંચ: સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે વચેટિયાઓ મારફતે મૂલ્યાંકનકારોને કરોડો રૂપિયાની લાંચ આપવી.

કલોલની એન્જિનિયરિંગ કોલેજ પણ વિવાદમાં: સામૂહિક નકલ બદલ ₹1 લાખનો દંડ

કલોલ સ્થિત એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલી રેમેડિયલ પરીક્ષામાં સામૂહિક નકલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

  • GTUની કડક કાર્યવાહી: વાક્યરચના અને પૂર્ણવિરામ સુધીની આશ્ચર્યજનક સમાનતા મળતાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ કોલેજ પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.

  • 67 વિદ્યાર્થીઓ સામે પગલાં: સામૂહિક નકલ આચરનાર 67 વિદ્યાર્થીઓના પરિણામ રદ કરી તેમને 2 સેમેસ્ટર માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત, આ કોલેજને ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર તરીકે રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE