અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં બહુચર્ચિત હત્યા કેસમાં સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ઉમા એસ્ટેટ ખાતે પ્રેમસંબંધની અદાવતમાં હથોડીના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આરોપી જુવાન વડેરાને અદાલતે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને આર્થિક દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત મુજબ, આરોપી જુવાન વડેરા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધને લઈને મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને આરોપીએ સાણંદના ઉમા એસ્ટેટમાં લોખંડની હથોડી વડે આડેધડ ઘાતક હુમલો કરી નિર્દયી હત્યા નીપજાવી હતી.
ચુકાદાની મુખ્ય વિગતો:
-
સરકારી પક્ષની મજબૂત દલીલો: સેશન્સ કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂ કરેલા મજબૂત પુરાવાઓ, દસ્તાવેજો અને સાક્ષીઓની જુબાની આરોપીને સજા અપાવવામાં નિર્ણાયક સાબિત થઈ હતી.
-
આકરો દંડ: ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સાથે આર્થિક દંડની સજા પણ ફટકારી છે.
Post Views: 0










