બાળકોની સુરક્ષા માટે કેનેડા સરકારનો ઐતિહાસિક નિર્ણય: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાગશે પ્રતિબંધ

બાળકોની ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા એક નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓને નિયમોમાં છૂટછાટ ત્યારે જ મળશે. જ્યારે તેઓ સાબિત કરી બતાવશે કે તેમનું પ્લેટફોર્મ બાળકો માટે દરેક રીતે સુરક્ષિત છે.

હવે બહુ થયું, બાળકોની સુરક્ષા સર્વોપરી’: સંસ્કૃતિ મંત્રી કેનેડાના સંસ્કૃતિ મંત્રી માર્ક મિલરે આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આપણે આપણા બાળકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહ્યા છીએ. હવે ઘણું થયું, આપણે સુરક્ષાના પાયાના નિયમો કડક રીતે લાગુ કરવા જ પડશે.”

આ નવો કાયદો મુખ્યત્વે 7 પ્રકારની નુકસાનકારક બાબતોને રોકવા પર કામ કરશે, જેમાં:

  • આત્મહત્યા કે ખુદને નુકસાન પહોંચાડવાની ઉશ્કેરણી

  • હિંસા ભડકાવવી અને નફરત (Hate Speech) ફેલાવવી

  • સંમતિ વગર કોઈની અંગત તસવીરો વાયરલ કરવી

નવો વિભાગ અને AI ચેટબોટ્સ પર પણ નજર આ કાયદાના અમલીકરણ માટે સરકાર ડિજિટલ સેફ્ટી કમિશન ઓફ કેનેડા’ નામે એક નવો સ્વાયત્ત વિભાગ શરૂ કરવા જઈ રહી છે. જેને સંપૂર્ણ રીતે કાર્યરત થતાં અંદાજે 18 મહિના જેટલો સમય લાગશે. આ વિભાગ જ નક્કી કરશે કે કઈ કંપની નિયમોનું પાલન કરે છે અને કોને છૂટ આપવી.

વિશેષ બાબત એ છે કે આ કાયદો માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ બનાવતી ટેક કંપનીઓ પર પણ લાગુ થશે. અશ્લીલ (Adult) કન્ટેન્ટ પીરસતા પ્લેટફોર્મ્સને કોઈપણ સંજોગોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કંપનીઓએ યુઝર્સની ઉંમર તપાસવા માટે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવી પડશે.

વિશ્વના અન્ય દેશો પણ એક્શન મોડમાં બાળકોને ડિજિટલ આડઅસરોથી બચાવવા માટે વિશ્વભરમાં ઝુંબેશ ચાલી રહી છે:

  • ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ ઉંમર સંબંધિત નિયમો પહેલાથી જ લાગુ કરી દીધા છે.

  • ઓસ્ટ્રેલિયામાં આ કાયદો આવ્યા બાદ બાળકોના અંદાજે 47 લાખ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. કેનેડા સરકાર પણ ઓસ્ટ્રેલિયાના આ અનુભવમાંથી શીખીને પોતાના નિયમો કડક બનાવશે.

  • બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આવા જ કાયદા લાવવાની તૈયારી કરી રહ્યા છે.

નિષ્ણાતોએ નિર્ણયને વધાવ્યો ‘કેનેડિયન સેન્ટર ફોર ચાઇલ્ડ પ્રોટેક્શન’ સંસ્થાએ સરકારના આ પગલાની જોરદાર પ્રશંસા કરી છે. સંસ્થાના મતે, હાલના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો સાથે થતા ઓનલાઈન ગુનાઓ અને શોષણના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે.તેથી આવા કડક કાયદા સમયની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE